મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે સાબરકાંઠાને મળશે વિકાસની ભેટ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે સાબરકાંઠાને મળશે વિકાસની ભેટ

સાબરકાંઠા જિલ્લાના વિકાસને વેગ: ₹7198 લાખના ખર્ચે 1999 જેટલા વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 11 માર્ચે સાબરકાંઠાને વિવિધ વિકાસકામોની ભેટ મળશે. મુખ્યમંત્રીશ્રી આવતીકાલે સાબરકાંઠાના તલોદ તાલુકાના નવલપુર ગામે પધારશે અને જિલ્લામાં વિકાસની ગતિને વધુ તેજ બનાવતા વિવિધ વિભાગોના કુલ ₹71.98 કરોડ (₹7198 લાખ) ના ખર્ચે તૈયાર થયેલા અને આયોજિત 1999 જેટલા કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

 

સાબરકાંઠાને ૭૨ કરોડ રૂપિયાના વિકાસકામોની ભેટ

 

જ્યાંથી કર્કવૃત્ત (Tropic of Cancer) પસાર થાય છે તે સ્થળના ભૌગોલિક મહત્વને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવા માટે રાજ્ય સરકારે રૂ. ૮ કરોડના ખર્ચે ૧.૫ એકર વિસ્તારમાં એક અદ્યતન સાયન્સ પાર્કનું નિર્માણ કર્યું છે. મુખ્યમંત્રીશ્રીના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવશે.

 

આ ઉપરાંત, વાહન વ્યવહાર વિભાગમાં ₹૧૩૯૦.૮૬ લાખના ખર્ચે ત્રણ મહત્વના કામો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં પ્રાંતિજ બસ સ્ટેશન અને તલોદ ડેપો-વર્કશોપનું લોકાર્પણ તથા વિજયનગર બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત સામેલ છે, જે મુસાફરોની સુવિધામાં વધારો કરશે.

 

શિક્ષણ ક્ષેત્રે ₹૫૧૮.૧૮ લાખના ખર્ચે ૨૬ જેટલી પ્રાથમિક શાળાઓમાં નવીન વર્ગખંડોનું લોકાર્પણ કરવામાં આવશે, જે આપણા બાળકોને ભણવા માટે આધુનિક સુવિધા પૂરી પાડશે.

 

શહેરી વિકાસ અને આયોજન ક્ષેત્રે પણ ₹૨૬૪.૬૫ લાખના કામોનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં વડાલી નગરપાલિકામાં સીસી રોડ અને સાઈડ ફૂટપાથ વગેરે જેવા ૨૧ કામો પૂર્ણ થયા છે.

 

સામાન્ય વહીવટ વિભાગના આયોજન હેઠળ સૌથી વધુ ₹૩૬૬૭.૮૧ લાખના ખર્ચે ૧૮૬૧ કામોનું જયારે પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના ₹૩૮૫.૨૯ લાખના ખર્ચે 80 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં સીસી રોડ, પેવર બ્લોક, સંરક્ષણ દીવાલ, પાઈપલાઈન અને કોમ્યુનિટી હોલ જેવી લોકપયોગી સુવિધાઓનો સમાવેશ થાય છે.

 

આદિજાતિ વિકાસ માટે ₹૬૯.૦૦ લાખના ૨૫ કામો હાથ ધરવામાં આવ્યા છે, જે છેવાડાના આદિવાસી વિસ્તારોના ઉત્થાનમાં મદદરૂપ થશે.

 

આરોગ્ય વિભાગ દ્વારા ગોરલ ગામે ₹૨૨.૨૫ લાખના ખર્ચે આયુર્વેદિક દવાખાનાનું લોકાર્પણ કરવામાં આવશે, જે ગ્રામીણ જનતાને સારવાર પૂરી પાડશે.

 

પશુપાલકોની સુવિધા માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા પુરાલ ગામે ₹૮૦.૦૦ લાખના ખર્ચે પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવશે, જે પશુધનની સુરક્ષા સુનિશ્ચિત કરશે.

Leave a Comment

और पढ़ें