ઈડર નાગરિક બેન્ક ચૂંટણીમાં વિકાસ પેનલને બહુમતી, પરંતુ ઓછા મતદાનથી અનેક સવાલોઈડર નાગરિક સહકારી બેન્કની ચૂંટણીમાં આખરે વિકાસ પેનલને બહુમતી મળતાં હલચલ ભારત ટીમ તરફથી સમગ્ર પેનલને હાર્દિક અભિનંદન. હવે વિજેતા પેનલ સામે બેન્કના સભાસદોના વિશ્વાસને વિકાસમાં પરિવર્તિત કરવાની મોટી જવાબદારી રહેશે.
પરંતુ ચૂંટણી પરિણામ સાથે જ એક મહત્વનો સવાલ પણ ઈડરમાં ચર્ચાનો વિષય બન્યો છે—આશરે 16 હજાર મતદારો સામે માત્ર 6થી 6.5 હજાર જેટલા મતદારોએ જ મતદાન કેમ કર્યું?
ચૂંટણી પૂર્વે ઈડર શહેરમાં જે પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો, તેને જોતા એવું લાગી રહ્યું હતું કે જાણે લાખો લોકો મતદાન કરવા જઈ રહ્યા હોય. રાજકીય ચર્ચાઓ, બેઠકો, પ્રચાર અને દાવપેચ વચ્ચે ચૂંટણીનો માહોલ ભારે ગરમાયો હતો. પરંતુ અંતે મતદાનનો આંકડો જોતા લાગે છે કે મોટી સંખ્યામાં મતદારોને ચૂંટણીમાં ખાસ રસ જ નહોતો.આખરે સવાલ એ પણ છે કે 16 હજાર જેટલા મતદારો માટે આટલો મોટો ચૂંટણી તામઝામ અને રાજકીય માહોલ શા માટે ઊભો થયો? જ્યારે વાસ્તવિક મતદાન 6 હજારથી થોડું વધુ રહ્યું હોય, ત્યારે શું આ સમગ્ર ચૂંટણીમાં દેખાતો ઉત્સાહ માત્ર રાજકીય વર્ગ પૂરતો જ સીમિત હતો
એક મશીનના ગોટાળાએ વધારી ચર્ચા
ચૂંટણી દરમિયાન એક મશીન અંગે ગોટાળાના આક્ષેપો પણ સામે આવ્યા અને આખરે એક મશીનમાં ખામી હોવાની ચર્ચા સામે આવી છે. પરિણામે જે તે વોર્ડની ચૂંટણી 26 ઓગસ્ટે ફરી યોજાવાની છે.એક મશીનનો પ્રશ્ન પોતાની જગ્યાએ છે, પરંતુ ચૂંટણી દરમિયાન જે પ્રકારના આક્ષેપો થયા તેને કારણે ઈડરમાં હવે લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે. ભારતની ચૂંટણીમાં હાર-જીત બાદ EVM અંગે સવાલો ઉઠાવવાની રાજકીય પરંપરા નવી નથી. ઈડર નાગરિક બેન્કની ચૂંટણીમાં પણ કંઈક અંશે એવું જ વાતાવરણ જોવા મળ્યુ
હવે એક મશીનમાં ખામી બહાર આવ્યા બાદ લોકો સ્વાભાવિક રીતે પ્રશ્ન કરી રહ્યા છે કે સવાલ માત્ર એક મશીનનો છે કે પછી સમગ્ર પ્રક્રિયા અંગે વધુ સ્પષ્ટતા જરૂરી છે?
અલબત્ત, કોઈપણ પ્રકારના ગોટાળા અંગે અંતિમ નિષ્કર્ષ સત્તાવાર તપાસ અને પુરાવાના આધારે જ આવી શકે. પરંતુ જે રીતે ચર્ચાઓએ વેગ પકડ્યો છે, તે જોતા ઈડરમાં “દાળમાં કંઈક કાળું છે” જેવી લોકચર્ચા પણ જોર પકડી રહી છે.
અગાઉ ઈડર નગરપાલિકાની ચૂંટણી દરમિયાન પણ રાજકીય ગરમાવો અને આક્ષેપ-પ્રતિઆક્ષેપ જોવા મળ્યા હતા. હવે નાગરિક બેન્કની ચૂંટણીમાં ફરી આવી જ ચર્ચાઓ શરૂ થતાં ઈડરની રાજકીય ગલીઓમાં ચર્ચા ગરમ છે.
સત્ય શું છે?સત્ય તો જેતે વ્યક્તિના મનમાં જ હશે… પરંતુ લોકશાહીમાં સવાલો ઉઠે ત્યારે પારદર્શક જવાબો આપવાની જવાબદારી પણ એટલી જ મહત્વની હોય છ
મતદાર 16 હજાર, મતદાન 6 હજાર…ચૂંટણીનો માહોલ એવો કે જાણે આખું ઈડર મત આપવા નીકળ્યું હોય! એક મશીનમાં ગોટાળો નીકળ્યો એટલે સવાલો તો ઊઠવાના જ…બાકી દાળમાં કાળું છે કે કાળી દાળ જ બની ગઈ છે—એનો સ્વાદ તો તપાસ પછી જ ખબર પડશે!”
મેહુલ પટેલ





