આપણા બાળકો માટે, આપણા આવતીકાલ માટે…
આપણે આપણા બાળકોને સારું શિક્ષણ આપીએ છીએ…
સારી સ્કૂલમાં મોકલીએ છીએ…
સારા કપડાં, સારી સુવિધાઓ અને ઉજ્જવળ કારકિર્દી માટે સતત પ્રયત્ન કરીએ છીએ.
પણ ક્યારેક એક પ્રશ્ન આપણી જાતને પણ પૂછવો જોઈએ—
શું આપણે આપણા બાળકને માત્ર “સફળ” બનવાનું શીખવી રહ્યા છીએ કે “સારો માણસ” બનવાનું પણ?
આજના સમયમાં બાળક પાસે માહિતી ઘણી છે, પરંતુ પોતાને સમજવાનો સમય ઓછો છે.
તેના હાથમાં ટેક્નોલોજી છે, પરંતુ મનમાં શાંતિ કેટલી છે?
તે સ્પર્ધા શીખી રહ્યું છે, પરંતુ સહાનુભૂતિ?
તે જીતવાનું શીખી રહ્યું છે, પરંતુ હારને સ્વીકારવાનું?
તે બીજાને ઓળખે છે, પરંતુ પોતાને ઓળખે છે?
આ જ વિચારમાંથી જન્મી છે—
“SCHOOL OF SPIRITUALITY”
7 થી 14 વર્ષના બાળકો માટે.
આ કોઈ ધાર્મિક શિક્ષણ નથી.
આ કોઈ ઉપદેશ આપવાની જગ્યા નથી.
આ તો બાળકોને પોતાની અંદરની દુનિયા સાથે પરિચિત કરાવવાનો એક નમ્ર પ્રયાસ છે.
અહીં બાળક ધ્યાન અને mindfulness દ્વારા શાંતિ અનુભવશે, પોતાની લાગણીઓને ઓળખવાનું શીખશે, ગુસ્સો અને તણાવ સંભાળશે, દયા-સત્ય-આદર-કૃતજ્ઞતા જેવા મૂલ્યોને જીવનમાં ઉતારશે અને વાર્તાઓ, ચર્ચાઓ તથા સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા જીવનને સમજવાનો પ્રયત્ન કરશે.
એક દિવસ કદાચ આપણું બાળક આપણને પૂછશે—
“મમ્મી-પપ્પા, તમે મને દુનિયા વિશે ઘણું શીખવ્યું… પણ મને મારી જાત વિશે કેમ ન શીખવ્યું?”
એ પ્રશ્ન આવે તે પહેલાં જ આપણે શરૂઆત કરીએ.
કારણ કે બાળકને માત્ર સારા marks નહીં,
સારો મન, સારા વિચારો અને સારો હૃદય પણ જોઈએ.
બાળપણમાં વાવેલું એક નાનું બીજ
આખી જિંદગીનું વૃક્ષ બની શકે છે.
ચાલો, આપણા બાળકોને માત્ર ભવિષ્ય માટે તૈયાર ન કરીએ…
તેમને જીવન માટે તૈયાર કરીએ.

🌿 Grow Outside. Grow Within. 🌿
Harish Premlani’s Institute of Spoken English and Personality Development, Idar
📞 93279 84394
📍 સુદર્શન કોમ્પ્લેક્સ, દેના બેન્ક પાસે, જવાનપુરા રોડ, ઈડર.








