અરવલ્લી બચાવવા HPC સમક્ષ ઇડર લાલોડા ની તમામ માઇન્સ બંધ કરવાની માંગ..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અરવલ્લી બચાવવા HPC સમક્ષ તમામ માઇન્સ બંધ કરવાની માંગ..

 

લાલોડા અને ઈડર નગરપાલિકા જીમ હોલ ખાતે બેઠક : પાંચ માઇનિંગ લીઝ અને 8 એકર વિસ્તાર અંગે માહિતી મેળવાઈ..

 

અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ અને માઇનિંગ પ્રવૃત્તિની અસર અંગે સર્વોચ્ચ અદાલતના હુકમના અનુસંધાને ભારત સરકાર દ્વારા નિયુક્ત હાઈ પાવર કમિટી (HPC) દ્વારા સાબરકાંઠામાં ફીલ્ડ વિઝિટ હાથ ધરાઈ હતી. તા. 8 અને 9 ઓક્ટોબરના રોજ કમિટી દ્વારા અરવલ્લી વિસ્તારની મુલાકાત લઈ વિવિધ હિતધારકોના મંતવ્યો અને રજૂઆતો સાંભળવામાં આવી હતી. ફીલ્ડ વિઝિટ દરમિયાન ઈડર તાલુકાના લાલોડા ખાતે તેમજ ઈડર નગરપાલિકા જીમ હોલ ખાતે HPCની બેઠક યોજાઈ હતી. લાલોડા ખાતે આશરે 8 એકર વિસ્તારમાં આવેલી પાંચ માઇનિંગ લીઝ અંગે કમિટી દ્વારા માહિતી મેળવવામાં આવી હતી. માઇનિંગની કામગીરી, આસપાસના વિસ્તારની સ્થિતિ તથા પર્યાવરણ પર થતી સંભવિત અસર અંગે ચર્ચા કરવામાં આવી હતી.બેઠકમાં ઈડર ગઢ બચાવો સમિતિ અને પ્રકૃતિપ્રેમીઓએ અરવલ્લી ગિરીમાળાના સંરક્ષણનો મુદ્દો ઉઠાવ્યો હતો. અરવલ્લી માત્ર પથ્થરનો વિસ્તાર નહીં પરંતુ વનસ્પતિ, ઘાસ, પાણીના સ્ત્રોત અને વન્યજીવોના રહેઠાણ સાથે જોડાયેલી કુદરતી સંપત્તિ હોવાનું જણાવી તેના સંરક્ષણની માંગ કરવામાં આવી હતી.

•

HPC દ્વારા માઇનિંગ પ્રવૃત્તિ બંધ થવી જોઈએ કે કેમ તે અંગે ઉપસ્થિત લોકોના અભિપ્રાય લેવામાં આવતા પ્રકૃતિપ્રેમીઓએ તમામ માઇનિંગ લીઝ બંધ કરવાની સ્પષ્ટ રજૂઆત કરી હતી. વિકાસના નામે અરવલ્લી ગિરીમાળાને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિ સ્વીકાર્ય ન હોવાનો મત રજૂ કરવામાં આવ્યો હતો

.

માઇનિંગ અંગે લીઝ ધારકો અને પ્રકૃતિપ્રેમીઓના જુદા-જુદા અભિપ્રાયો કમિટી સમક્ષ આવ્યા હતા. ઈડર નગરપાલિકા જીમ હોલ ખાતે પણ ગઢ બચાવો સમિતિ અને પ્રકૃતિપ્રેમીઓ દ્વારા અરવલ્લી સંરક્ષણ, માઇનિંગની અસર અને કુદરતી સંપત્તિના જતન અંગે રજૂઆત કરવામાં આવી હતી. HPC દ્વારા તમામ રજૂઆતો નોંધવામાં આવી હતી. હવે લાલોડા સહિતના સ્થળોએ કરાયેલી મુલાકાત, માઇનિંગ લીઝની સ્થિતિ અને હિતધારકોની રજૂઆતોના આધારે HPC દ્વારા તૈયાર થનારા અહેવાલ પર સૌની નજર મંડાઈ છે.

મેહુલ પટેલ ✍️

Leave a Comment

और पढ़ें