108 મારફતે ઇડર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા
ગામની સ્કૂલ ની બાજુમાં દેશી દારૂનો અડ્ડો ચાલતો હોવાનો સ્થાનિક સ્તરે આક્ષેપ
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ચિત્રોડા ગામે દેશીદારૂ ના સંચાલકે આધેડ ને માર માર્યો હોવા ની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ગામના મહેબૂબભાઈ અલારખભાઈ મણિયાર પર દંડા વડે હુમલો કરવામાં આવતાં તેઓ ઇજાગ્રસ્ત થયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના બપોરે આશરે 3 વાગ્યાના સુમારે બની હતી. આ મામલે વીરાભાઈ સોમાભાઈ ઠાકોર અને તેમના પુત્ર રવિભાઈ વીરાભાઈ ઠાકોરનાં નામ સામે આવ્યાં છે. જોકે, ઘટનાની સંપૂર્ણ હકીકત અને જવાબદારી અંગે સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.

સ્થાનિક સ્તરે એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ચિત્રોડા ગામમાં ની હાઈસ્કૂલની બાજુમાં દેશી દારૂનો અડ્ડો ચાલે છે. આ આક્ષેપ અંગે સંબંધિત તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તે જરૂરી છે.
🥀 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા
ઘટના બાદ પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં ઇજાગ્રસ્ત મહેબૂબભાઈને સારવાર માટે ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે તેમને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
જાદર પોલીસ ને જાણ કરાઈ
▪️ શાળાની બાજુમાં દેશી દારૂનો અડ્ડો ચાલતો હોવાના આક્ષેપમાં કેટલી સચ્ચાઈ છે?
▪️ મારામારીની ઘટનામાં જવાબદાર વ્યક્તિઓ સામે પોલીસ શું કાર્યવાહી કરશે?
▪️ રહેણાક વિસ્તાર અને શાળાની આસપાસ દારૂના ગેરકાયદે વેચાણને અટકાવવા તંત્ર પગલાં લેશે?
હાલમાં આ મામલે પોલીસ ફરિયાદ, સત્તાવાર નિવેદન અને કાયદેસરની કાર્યવાહી અંગેની વિગતોની પુષ્ટિ થવાની બાકી છે.









