ઈડર નગરપાલિકા ને “નિર્મળ ગુજરાત 2.0” અંતર્ગત રાજ્ય સ્તરે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત
ઈડર: “નિર્મળ ગુજરાત 2.0” અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ તાજેતરના પરિણામોમાં ઈડર નગરપાલિકા એ સમગ્ર ગુજરાત રાજ્યમાં દ્વિતીય ક્રમાંક હાંસલ કરી વિશિષ્ટ સફળતા પ્રાપ્ત કરી છે.

આ પ્રતિષ્ઠિત સિદ્ધિ ઈડર નગરપાલિકાના સતત પ્રયત્નો, જનસહભાગિતાના ઉત્તમ મોડેલ, કચરા વ્યવસ્થાપન, સ્વચ્છતા કામગીરી તથા પર્યાવરણ જાળવણી જેવા ક્ષેત્રોમાં કરવામાં આવેલા પ્રયોગાત્મક કાર્યોનું પરિણામ છે.
નગરજનો, સામાજિક સંસ્થાઓ, સફાઈ મિત્રો તથા નગરપાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓના એકજુટ પ્રયાસોથી ઈડર નગરપાલિકા એ રાજ્ય સ્તરે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.
આ અવસરે ઈડર નગરપાલિકા મુખ્ય અધિકારીશ્રી એ ઈડરના નાગરિકોનો આભાર વ્યક્ત કરી જણાવ્યુ કે –
“આ સિદ્ધિ ઈડરના દરેક નાગરિકની છે. સ્વચ્છતા, હરિયાળી અને નિર્મળતા તરફના અમારા પ્રયત્નો આગળ પણ યથાવત્ ચાલુ રહેશે.”
ઈડર નગરપાલિકા આગલા સમયમાં વધુ ઊંચા લક્ષ્યાંકો હાંસલ કરવા પ્રતિબદ્ધ છે અને “સ્વચ્છ, હરિયાળું અને નિર્મળ ઈડર” નિર્માણ તરફ આગળ વધી રહી છે.
ઉપર નું બધું સત્ય હશે એવું માની લીધું કેમ કે ઓનપેપર આખું ઇડર સ્વચ્છ છે અને એમ પ્રેક્ટિકલ જોવા જઈએ તો પરિસ્થિતી કંઈક અલગ છે








