હિંમતનગર વિઝા કૌભાંડના મુખ્ય સૂત્રધાર પિતા-પુત્ર સહિત ત્રણ આરોપી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રૂ. 1.60 કરોડની છેતરપીંડી અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં છઠ્ઠી ફરિયાદ દાખલ થતાં ખળભળાટ

 

ઇડર, તા. 8:

હિંમતનગરના પાટણપુર પાટીદા વિસ્તારમા વિદેશ જવા માટે વિઝા આપવાના બહાને હિંમતનગરના પિતા-પુત્ર સહિત ત્રણ આરોપીઓ સામે વધુ એક ફરિયાદ નોંધાતા ખળભળાટ મચ્યો છે. રૂ. 1.60 કરોડની છેતરપીંડી અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં દાહોદ રહેવાસી સુલેમાન સિદ્દિક લોહાર, સમીર લોહાર અને હસિબ લોહાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

 

આરોપીઓએ વિદેશ મોકલવાની ખોટી લાલચ આપી હતી. આ ત્રણેય આરોપીઓ વિઝા કૌભાંડના મુખ્ય સૂત્રધાર ગણાય છે. રૂ. 1.60 કરોડની છેતરપીંડી લીધી હતી પૈસા પાછા ન આપતાં અરજદારે પુરાવા આધારે તેમની વિરુદ્ધ ફરીયાદ કરી છે.

આ અગાઉ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આ જ ત્રિપુટી વિરુદ્ધ વિવિધ જિલ્લાઓમાં પણ છેતરપીંડીના કેસ નોંધાયા છે.

મેહુલ પટેલ

Leave a Comment

और पढ़ें