♥માન્યવર કાંશીરામ સાહેબના 19મા પરિનિર્વાણ દિવસ નિમિત્તે, ભીમ આર્મી ભારત એકતા મિશન, સાબરકાંઠા દ્વારા વડાલી ખાતે એક ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે BAMCEF અને DS4ના સ્થાપક, બહુજન સમાજના પ્રખર નેતા અને સામાજિક ન્યાયના અગ્રદૂત માન્યવર કાંશીરામ સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા. કાંશીરામ સાહેબે પોતાના જીવનકાળ દરમિયાન “બહુજન હિતાય, બહુજન સુખાય”ના સિદ્ધાંતને અમલમાં મૂકી, શોષિત-વંચિત વર્ગોને સ્વાભિમાન, સંગઠન અને રાજકીય શક્તિનો માર્ગ બતાવ્યો. તેમના “પોતાની વાત, પોતાને હાથે” અને “સંઘશક્તિ-રાજશક્તિ” જેવા વિચારોએ લાખો લોકોના જીવનમાં જાગૃતિનો સંચાર કર્યો છે. આ શ્રદ્ધાંજલિ સભામાં તેમના આદર્શોને યાદ કરી, બહુજન સમાજની એકતા અને સામાજિક ન્યાયની લડતને વધુ મજબૂત કરવાનો સંકલ્પ લેવાયો.

આ કાર્યક્રમમાં BHIM ARMY ભારત એકતા મિશન સાબરકાંઠાના જિલ્લા અધ્યક્ષ એડવોકેટ રાહુલ બૌદ્ધ, જિલ્લા સંગઠન મંત્રી મયંક ચાવડા, ઈડર તાલુકા અધ્યક્ષ હર્ષદ શ્રેયાથી, ઈડર શહેર અધ્યક્ષ ભરત પરમાર, વડાલી તાલુકા અધ્યક્ષ બ્રિજેશ પરમાર, વડાલી શહેર અધ્યક્ષ નિકુંજ સોલંકી, હિંમતનગર તાલુકા અધ્યક્ષ નરેશ સોલંકી સહિત સંગઠનના અન્ય પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
આ શ્રદ્ધાંજલિ સભા દ્વારા કાંશીરામ સાહેબના વિચારોને જન-જન સુધી પહોંચાડવાનો અને બહુજન સમાજના ઉત્થાન માટે સતત કાર્યરત રહેવાનો પ્રણ લેવામાં આવ્યો. આવા કાર્યક્રમો બહુજન જાગૃતિની જ્યોતને પ્રજ્વલિત રાખવા અને યુવા પેઢીને પ્રેરણા આપવા માટે અગત્યનું યોગદાન છ








