07 ફેબ્રુઆરી, 2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે*
****
ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special intensive revision – SIR)નું સમય પત્રક જાહેર કર્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમારે ચૂંટણી કમિશનર ડૉ. સુખબિર સિંહ સંધુ તેમજ શ્રી વિવેક જોશીની ઉપસ્થિતિમાં વિગતવાર કાર્યક્રમ જાહેર કર્યો હતો. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં
SIRના વિવિધ તબક્કાઓ અનુસાર તા.04/11/2025થી 04/12/2025 દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવશે. ત્યારબાદ તા. 09/12/2025ના રોજ હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જેમાં તા. 09/12/2025થી 08/01/2026 સુધી સુધારા માટેનો દાવો નાગરિકો કરી શકશે. 31/01/2026 સુધી જિલ્લા ચૂંટણી અધિકારી તથા મુખ્ય ચૂંટણી અધિકારી દાવાઓની સુનાવણી તથા પ્રમાણિકરણ કરશે. આ સમગ્ર પ્રક્રિયાના અંતે તા.07/02/2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. એમ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીની એક અખબારી યાદી જણાવવામાં આવ્યું હતું.








