આજે વંદે માતરમ@150″ની રાષ્ટ્રવ્યાપી ઉજવણી: સાબરકાંઠા જિલ્લામાં આવતીકાલે સમૂહગાન અને ‘સ્વદેશી શપથ’ કાર્યક્રમ યોજાશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

 

સાબરકાંઠા કલેક્ટર કચેરી ખાતે કાલે સવારે ૯:૩૦ કલાકે અધિકારીઓ જોડાશે

વંદે માતરમ”ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે, સાબરકાંઠા કલેક્ટર કચેરી ખાતે આવતીકાલે, તા. ૦૭ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ સવારે ૯:૩૦ કલાકે તમામ અધિકારીશ્રીઓ રાષ્ટ્રગીતના મૂળ સ્વરૂપનું સમૂહ ગાન કરશે. આ સમૂહગાન બાદ ‘સ્વદેશી શપથ’ પણ લેવામાં આવશે. કલેક્ટર કચેરીની સાથે જ, જિલ્લાની અન્ય તમામ કચેરીઓમાં પણ કર્મચારીઓ આ જ સમયે સમૂહ ગાન અને શપથ ગ્રહણ કાર્યક્રમમાં જોડાશે. આ ઉપરાંત, જિલ્લાની શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ ખાતે “વંદે માતરમ @૧૫૦” થીમ આધારિત સેમિનાર અને વક્તૃત્વ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે.

સામાન્ય વહીવટ વિભાગની સૂચના અનુસાર, આવતીકાલે તા. ૦૭-૧૧-૨૦૨૫ ના રોજ જિલ્લાની તમામ કચેરીઓનો સમય સવારે ૦૯:૩૦ થી સાંજે ૦૫:૧૦ સુધીનો રહેશે. તમામ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ સવારે ૦૯:૩૦ કલાકે સમયસર હાજર રહીને આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં ભાગ લેવાનો રહેશે.

ભારત સરકારશ્રી દ્વારા રાષ્ટ્ર ગીત “વંદે માતરમ”ની પ્રસિદ્ધિની તારીખ ૦૭ મી નવેમ્બરની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના આયોજન અર્થે આ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. તેનો મુખ્ય હેતુ લોકોમાં રાષ્ટ્ર ગીત અને દેશ માટે ગર્વની ભાવના જગાડવાનો તથા જનમાનસમાં તેની બહોળી પ્રસિદ્ધિ થાય તે સુનિશ્ચિત કરવાનો છે.

Leave a Comment

और पढ़ें