હર ગલી, હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન- નેશનલ સ્પોર્ટ્સ ડે – ૨૦૨૫ : સાબરકાંઠા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

નેશનલ સ્પોર્ટ્સ ડે” અંતર્ગત હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સાયકલ રેલી યોજાશે

*

ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા હોકી ના જાદુગર શ્રી મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવે છે. આ વર્ષ ‘ હર ગલી, હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન, ખેલે ભી ઔર ખીલેભી થીમ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર, સાબરકાંઠા દ્વારા તા. 31/8/2025 ના રોજ સાયકલ રેલી ” નું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયકલ રેલીમાં જિલ્લાના નાગરિકોને જોડાવા માટે સાબરકાંઠા જીલ્લા વહીવટી તંત્રનું હાર્દિક નિમંત્રણ છે.

આ સાયકલ રેલી તા.૩૧/૦૮/૨૦૨૫ ના રવિવારના રોજ સવારે ૮:૩૦ કલાકે હિંમતનગરના પોલીસ હેડ ક્વાટર્સ ગ્રાઉન્ડ થી શરૂ થઇ બસ સ્ટેન્ડ – મોતીપુરા – ખેડ તસીયા રોડ – મહાવીરનગર સર્કલ – એન્જીનીયર સર્કલ – ટાવર રોડ – પોસ્ટ ઓફિસ – પોલીસ હેડ ક્વાટર્સ ગ્રાઉન્ડ ખાતે પુર્ણ થશે.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા, રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, હિંમતનગર ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલા, ઇડર ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા, પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, ખેડબ્રહ્મા ધારાસભ્યશ્રી ડૉ. તુષારભાઈ ચૌધરી, હિંમતનગર નગરપાલિકાપ્રમુખશ્રી વિમલભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહેશે.

 

 

2……….

હર ગલી, હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન- નેશનલ સ્પોર્ટ્સ ડે – ૨૦૨૫ : સાબરકાંઠા

**

આજે હિંમતનગર જિલ્લા પોલીસ હેડ ક્વાટર્સ ગ્રાઉન્ડ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાશે

**

ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત શ્રી મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી તા. ૨૯ થી ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે તા.૩૦/૦૮/૨૦૨૫ ના શનિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સાબરકાંઠા જિલ્લા પોલીસ હેડ ક્વાટર્સ ગ્રાઉન્ડ, હિંમતનગર ખાતે ફિટ ઈન્ડિયાની પ્રતિજ્ઞા, ક્રિકેટ, શુટીંગ વૉલીબોલ, રસ્સાખેંચ જેવી રમતોની સ્પર્ધા તેમજ વિજેતા ટીમને ટ્રોફી વિતરણ કાર્યક્રમ યોજાશે. જીલ્લા કક્ષાના કાર્યક્રમમાં ભાગ લેનાર ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા જિલ્લાના નાગરિકોને હાર્દિક નિમંત્રણ છે.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા,રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, હિંમતનગર ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલા,ઇડર ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા, પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર,ખેડબ્રહ્મા ધારાસભ્યશ્રી ડૉ. તુષારભાઈ ચૌધરી,હિંમતનગર નગરપાલિકાપ્રમુખશ્રી વિમલભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહેશે.

**

Leave a Comment

और पढ़ें