સુ રમણલાલ વોરાના લીધે ઈડર વિધાનસભા બેઠક પર ભાજપને મોટો ફટકો પડ્યો?

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

 

ઠાકોર સમાજના ૨૦૦ થી વધુ લોકો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાતા હડકંપ

સાબરકાંઠા જીલ્લાના ઈડરમાં તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર ગાદી છોડ સહી જુમ્બેશ તેમજ મિસ કોલ અભિયાન અંતર્ગત અગત્યની મિટીંગ મળી હતી અને પદ યાત્રા કાઢવામા આવી હતી જેમા ઈડર વિધાનસભાની બેઠક પર આજે નવાજુની થઈ 

ઈડર ભાજપને આજે મોટો ફટકો પડયો છે જેમાં ઈડર પશ્ચિમ વિભાગના ૨૦૦ થી વધુ હોદ્દેદારો અને કાર્યકરો ભાજપ છોડી કોંગ્રેસમાં સામેલ થયા છે જેમાં રમણ વોરાની વાણી વિલાસ તેમજ અશોભનીય વર્તનને  અને ગોલવાડા સુરાપુરા મા રોડ બનવાને લઇને કાર્યકરો નારાજ હતા તેમજ તેમના વિસ્તારમાં કોઈ કામ ન થતા હોવાને લઈ ભાજપ સામે મોટી નારાજગી છેલ્લા કેટલાય દિવસથી જોવા મળી હતી  છતાં રમણલાલ અને એમના મળતિયાઓ એ કોઈપણ જાતની પરવા કરી નોહતી ઉલટાનું ઉશેરી જનક કર્યો કરતા રહ્યા હતા જેથી નારાજ કાર્યકરો ભાજપનો ભગવો છોડીને કોંગ્રેસનો પંજો ધારણ કરી લીધો હતો જેમાં પૂર્વ તાલુકા પંચાયત ઉમેદવાર ડૉ.અલ્પેશ ઠાકોર,સોમાજી ઠાકોર ના આગેવાનીમાં ૨૦૦ થી વધુ ઠાકોર સમાજના લોકો વિધિવત રીતે રવિવારે સવારે ભાજપનો ખેસ ઉતારી કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.

કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રામભાઈ સોલંકી જિલ્લા આઈ ટી સેલ પ્રમુખ વિમલસિંહ ની હાજરીમાં મોટો કાર્યક્રમ યોજાયો હતો જેના ઈડર તાલુકા કોંગ્રેસ પ્રમુખ રામજી ઠાકોર અને શહેર પ્રમુખ જીતુ પંચાલ સહિત ઈડર કોંગ્રેસ પરિવારે ઠાકોર સમાજ ના આગેવાનોને આવકારી હાર્દિક સ્વાગત કર્યું હતુ જ્યારે ભાજપ પક્ષથી નારાજ કાર્યકરોએ કોંગ્રેસમાં જોડાઈને રેલીમાં સામેલ થયા હતા.

મેહુલ પટેલ ✍️

Leave a Comment

और पढ़ें