વડાલી પોલીસે રવિપુરા નજીકથી એક ઈકો કારમાંથી રૂપિયા ૨.૫૨ લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપ્યો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

પોલીસે ૧૩ વોન્ટે આરોપી અને પકડાયેલ એક આરોપી સહિત કુલ ૧૪ સામે ગુનો નોંધાયો

સાબરકાંઠા જીલ્લામાં વડાલી પોલીસે રવિપુરા ત્રણ રસ્તા નજીકથી એક ઈકો કારમાંથી રૂપિયા ૨.૫૨ લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડયો છે બાતમીના આધારે કાર્યવાહી કરતા પોલીસે કાર ચાલકને પકડી પાડ્યો હતો આ દરોડામાં કુલ રૂપિયા ૪.૫૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને કુલ ૧૩ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

 

આ અંગે મળતી માહિતી મુજબ વડાલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને માહિતી મળી હતી સફેદ કલરની ઈકો કાર નંબર-જીજે.૩૧.આર.૨૧૯૧ રાજસ્થાનથી દારૂ ભરીને ઈડર તરફ જઈ રહી હતી પોલીસે રવિપુરા ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવી કારને રોકી તપાસ કરતા કારના વચ્ચે અને પાછળના ભાગે સીટની વચ્ચે સંતાડેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની કુલ ૪૫૬ બોટલ-ટીન મળી આવ્યા હતા ઝડપાયેલા દારૂની કિંમત ૨,૫૨,૭૨૦ રૂપિયા હતી પોલીસે દારૂ ઉપરાંત બે લાખ રૂપિયાની ઈકો કાર પણ જપ્ત કરી હતી આમ કુલ ૪,૫૨,૭૨૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

 

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂ રાજસ્થાનના અંબાસા દારૂના ઠેકા પરથી પ્રવિણ ઉર્ફે પીરો કાંતિ ડામોર અને વિનોદ ઉર્ફે ફેડો ચંદુ ડામોર (રહે.ચોકલી,તા.ઝાડોલ, જી.ઉદયપુર,રાજસ્થાન) મારફતે લાવવામાં આવી રહ્યો હતો અંબાસા ઠેકાના સેલ્સમેન કાન્હા,કુશલ બાબુલાલ ટાંક અને પ્રિન્સ નામના વ્યક્તિઓએ આ દારૂ ભરી આપ્યો હતો.

 

આ દારૂ ઈડર ખાતે રહેતા બાદરજી ફુલાજી વણઝારા,પિયુષ પ્રતાપજી ઠાકોર,પ્રકાશ રાણાજી વણઝારા, નરેગા પુનમાજી રબારી અને જયેશ કેડા વણઝારાને પહોંચાડવાનો હતો દારૂની હેરાફેરી દરમિયાન હોન્ડા સાઈન મોટરસાઈકલ (નં.જીજે.૦૯.સીઆર.૫૫૭૬) પર પ્રવિણ કાંતિ ડામોર અને બીજી હોન્ડા સાઈન મોટરસાઈકલ પર અજય નિનામા (રહે.કુપડા,તા. ઝાડોલ,જી.ઉદયપુર,રાજસ્થાન) પાયલોટિંગ કરી રહ્યા હતા આ કેસમાં પોલીસે વિજયનગરના નવાભગા ગામના લાલજી સોમા ચૌહાણ (ઉંમર ૩૩) ને ઝડપી પાડયો હતો

 

આ ઉપરાંત દારૂ ભરી આપનાર, લાવી આપનાર,પાયલોટિંગ કરનાર અને દારૂ મંગાવનાર સહિત કુલ ૧૩ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

 

પકડાયેલા આરોપી:

 

(૧)લાલજી સોમા ચૌહાણ (ઉં.વ.૩૩,રહે.નવાભગા,તા. વિજયનગર,જી.સાબરકાંઠા)

 

વોન્ટેડ આરોપીઓ:

 

(૧)પ્રવિણ ઉર્ફે પીરો કાંતિ ડામોર (દારૂનો જથ્થો ભરી લાવનાર તથા પાયલોટિંગ કરનાર)

 

(૨)વિનોદ ઉર્ફે ફેડો ચંદુ ડામોર (દારૂનો જથ્થો ભરી લાવનાર) (બંને રહે. ચોકલી,તા.ઝાડોલ,જી.ઉદયપુર રાજસ્થાન)

 

(૩)કાન્હા (અંબાસા દારૂના ઠેકાનો સેલ્સમેન)

 

(૪)કુશલ બાબુલાલ ટાંક (અંબાસા દારૂના ઠેકાનો સેલ્સમેન)

 

(૫)પ્રિન્સ (અંબાસા દારૂના ઠેકાનો સેલ્સમેન) (નં.૩,૪,૫ દારૂનો જથ્થો ભરી આપનાર)

 

(૬)સતિષ ડામોર (રહે.ચોકલી,તા. ઝાડોલ,જી.ઉદયપુર,રાજસ્થાન)

 

(૭)નિતિન ઠાકોર (હાલ રહે. ખેડબ્રહ્મા)

 

(૮)અજય નિનામા (પાયલોટિંગ કરનાર) (રહે.કુપડા,તા.ઝાડોલ,જી. ઉદયપુર,રાજસ્થાન)

 

(૯)બાદરજી ફુલાજી વણઝારા (દારૂનો જથ્થો મંગાવનાર)

 

(૧૦)પિયુષ પ્રતાપજી ઠાકોર (દારૂનો જથ્થો મંગાવનાર)

 

(૧૧)પ્રકાશ રાણાજી વણઝારા (દારૂનો જથ્થો મંગાવનાર)

 

(૧૨)નરેગા પુનમાજી રબારી (દારૂનો જથ્થો મંગાવનાર)

 

(૧૩)જયેશ કેડા વણઝારા (દારૂનો જથ્થો મંગાવનાર) (નં.૯ થી ૧૩ રહે.ઈડર,તા.ઈડર)

Leave a Comment

और पढ़ें