થાઈલેન્ડ ના સ્પાની મજા હવે સાબરકાંઠા મા પણ મોટા ભાગના ગેરકાયદેસર સ્પા ચાલતા હોવાની ચર્ચાઓ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સાબરકાંઠા ના હિંમતનગર

હિંમતનગરના આર.ટી.ઓ સર્કલ વિસ્તારમાં એક સ્પા સેન્ટર સામે ગ્રામ્ય પોલીસે કાર્યવાહી કરતા ફફડાટ

આંતરરાજ્ય કર્મીઓની વિગતો પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યા વિના સ્પા સેન્ટર ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું

હિંમતનગરમાં સ્પા સેન્ટરોનો રાફડો ફાટ્યો મસાજના નામે ગોરખધંધા ચાલતા હોવાની ચર્ચા

સ્પાના સંચાલક સામે ગ્રામ્ય પોલીસે જાહેરનામાં ભંગ સહિતની કાર્યવાહી કરી

સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક એવા હિંમતનગરમાં આર.ટી.ઓ સર્કલ વિસ્તાર અને બાયપાસ રોડ પર સ્પા સેન્ટરોનો રાફડો ફાટી નીકળ્યો છે અને કેટલાક સ્પા સેન્ટરો મસાજના નામે ગોરખધંધા પણ ચલાવતા હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે હિંમતનગર ગ્રામ્ય પોલીસે આર.ટી.ઓ સર્કલ પર આવેલા એક કોપલેક્ષમાં ચાલતા સ્પા સેન્ટર સામે કડક કાર્યવાહી કરી છે જેમાં જાહેરનામા અને નિયમોનો ભંગ કરનાર સંચાલક સામે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે જેને લઈને સ્પા સેન્ટરો ચલાવતા સંચાલકોમાં ફફડાટ જોવા મળ્યો છે

સાબરકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ તમામ સ્પા,મસાજ પાર્લર સંચાલકોને કર્મચારીઓની ઓળખ તથા પુરાવા સાથેની વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવી ફરજિયાત છે ત્યારે આ હુકમનો ભંગ કરતા આર.ટી.ઓ સર્કલ પર આવેલા સ્પા સેન્ટર પર ગ્રામ્ય પોલીસે દરોડા પાડયા હતા જેમાં એક કોમલેક્ષની દુકાનમાં ચાલતી ધ સ્પા વિલા નામના સ્પા સેન્ટર પર ગ્રામ્ય પોલીસની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી

તપાસમાં સંચાલકે એના સ્પામાં ફરજ બજાવતા આંતરરાજ્ય કર્મચારીઓની વિગતો પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યા વિના સ્પા સેન્ટર ચલાવતા હોવાનો ખુલાસો થયો હતો જેને લઈને સ્પાના સંચાલક સામે હિંમતનગર ગ્રામ્ય પોલીસે જાહેરનામાનો ભંગ સહિતની કાર્યવાહી કરી હતી જેને લઈને અન્ય સ્પા સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો

આખા સાબરકાંઠા ના સ્પા નું ચેકીંગ થાય તો ગના સ્કેન્ડલ બહાર પડે તેવી શક્યતાઓ છે  કેટલા સ્પા ના સંચાલકો નું કહેવું છે કે અમે હપ્તા આપીએ છીએ  તો કોને હપ્તા જાય છે અને કેમ હપ્તો અપાય છૅ???

મેહુલ પટેલ

 

Leave a Comment

और पढ़ें