ઈડર ૧૦૮ ટીમની સમયસર કાર્યવાહીથી માર્ગમાં જ સફળ પ્રસૂતિ — માતા અને નવજાત સ્વસ્થ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સાબરકાંઠા જિલ્લામાં ઈડર તાલુકાના પ્રતાપપુરા ગામેથી ઈડર ૧૦૮ ઈમરજન્સી સેવા ટીમને તા. 31/10/25 રાત્રે લગભગ ૧.૦૦ વાગ્યાના સમયે કોલ પ્રાપ્ત થયો હતો, જેમાં એક પ્રસૂતા મહિલાને તાત્કાલિક સારવારની જરૂર હોવાનું જણાવાયું હતું.

કોલ મળતા જ ઈડર ૧૦૮ ની ટીમ — પાયલોટ શ્રી પ્રવીણ ખરાડી અને ઈએમટી શ્રી મુકેશભાઈ પરમાર — ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી. તપાસ દરમિયાન દર્દીની તબિયત ગંભીર જણાતા અને હોસ્પિટલ સુધી પહોંચવામાં વિલંબ થવાની સંભાવના જોતા, ઈએમટી મુકેશભાઈએ ERCP ડૉ. મુકેશભાઈના માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી હતી.

પ્રસૂતિ બાદ માતા અને નવજાત બંનેને સલામત રીતે ઈડર હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ બંનેની સ્થિતિ સ્વસ્થ હોવાનું નિશ્ચિત કર્યું હતું.

પરિવારજનો તેમજ ગ્રામજનો દ્વારા ૧૦૮ ની ટીમના માનવીય ભાવના અને તત્પર સેવાભાવ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

મેહુલ પટેલ ✍️

Leave a Comment

और पढ़ें