ઈડર ટી.ડી.ઓ ના બોગસ સહીવાળો જાતિના દાખલા મામલે ફરિયાદ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ચડાસણાના શખ્સે ટી.ડી.ઓ ની ખોટી સહી કરી હતી સેડે ચડે તે ચોર…

સાબરકાંઠા જીલ્લાની ઈડર તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી ના ખોટી સહી કરીને બોગસ જાતિ પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું હોવાનું વર્ષ ૨૦૨૦ માં તપાસ દરમિયાન સામે આવ્યું હતું આ ખોટી સહી ચડાસણા ગામના શખ્સે કરી હોવાનું જણાઈ આવ્યા બાદ સોમવારે આ મામલે મદદનીશ ટી.ડી.ઓ એ ઈડર પોલીસમાં ફરિયાદ નોંધાવતા હડકંપ મચી ગયો હતો અને પોલીસે ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

 

આ અંગે મળતી માહિતી મુજબ તાલુકા પંચાયતના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હિતેશ ડાહ્યાભાઈ પટેલે બોગસ દાખલા મામલે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ઈડર તાલુકાના જાલિયા ગામના ભીખાભાઈ વિહાભાઈ ચેનવાના નામે એક જાતિ પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું હતું આ દાખલામાં ટી.ડી.ઓ ની સહી ખોટી હોવાનું તંત્રના ધ્યાને આવતા ભીખાભાઈ ચેનવાની પૂછતાછ હાથ ધરાઈ હતી જેમાં તેઓને આ દાખલો ચડાસણા ગામના કિરણ ડાહ્યાભાઈ પરમારે કાઢી આપ્યો હોવાનું જણાવ્યા બાદ તાલુકા પંચાયત કચેરીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં કિરણ પરમારે ટી.ડી.ઓ ની ખોટી સહી કરી હોવાનું જણાઈ આવ્યું હતું ત્યાર બાદ આ બાબતે હાલના ટી.ડી.ઓ ભરત ચૌધરીએ પ્રાંત અધિકારી અને મામલતદારનું ધ્યાન દોરતા આ બંને અધિકારીઓએ કાયદેસર કાર્યવાહી કરવા અભિપ્રાય આપ્યો હતો અધિકારીઓના આ પ્રકારના ફરિયાદ કરવાના અભિપ્રાય બાદ ટી.ડી.ઓ એ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હિતેશ પટેલને સદર ખોટી સહી કરનાર કિરણ ડાહ્યાભાઈ પરમાર સામે ફરિયાદ કરવા હુકમ કર્યો હતો

 

આ હુકમ બાદ હિતેશ પટેલે સોમવારે સાંજે જરૂરી પુરાવા રજૂ કરી ફરિયાદ આપતા પોલીસે કિરણ ડાહ્યા પરમાર વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા ખોટા દાખલા મામલે ફરિયાદ બાદ ઈડરની સરકારી કચેરીઓ આસપાસ ફરતા અને પડ્યા પાથર્યા રહેતા લેભાગુ દલાલોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો કચેરીમાં કાર્યરત કેટલાક હંગામી કર્મચારીઓની મિલીભગતથી આવા બોગસ દાખલાનું કૌભાંડ ચાલતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે પોલીસ સાચી દિશામાં તપાસ કરશે તો દાખલા બાબતનો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે.

Leave a Comment

और पढ़ें