ભારત વિકાસ પરિષદ ખડબ્રહ્માનુ નવા વર્ષનું સ્નેહમિલન યોજાયું.
સંપર્ક, સહયોગ, સંસ્કાર સેવા અને સમર્પણના ભાવને વરેલ રાષ્ટ્ર સમર્પિત, જાગૃત અને ચારિત્રવાન વ્યક્તિઓની સદસ્યતા વાળી ભારત વિકાસ પરિષદની ખેડબ્રહ્મા શાખાનું નવા વર્ષનું સ્નેહ મિલન તારીખ 18- 11- 2025 ને મંગળવારના રોજ સાંજે 6:30 કલાકે ખેડબ્રહ્માના શ્યામનગર પાસે આવેલ રબારી સમાજના નવા માણેકનાથ મહાદેવ મંદિરે યોજવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી વંદે માતરમ નું ગાન કરાયું હતું. ખેડબ્રહ્મા ભારત વિકાસ પરિષદના મંત્રી શ્રી હસમુખભાઈ પંચાલે સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી માણેક મહાદેવ મંદિરના મહંત શ્રી પ.પુ. સામરળગીરી મહારાજે ભારત વિકાસ પરિષદ વિષે થોડીક માહિતી આપી હતી અને સૌને ધર્મ અને રાષ્ટ્રને સમર્પિત થવા અપીલ કરી હતી. પ્રમુખ મનીષભાઈ કોઠારીએ વિષયોચિત પ્રવચન કર્યું હતું. ભારત વિકાસ પરિષદ વિષે સંપૂર્ણ માહિતી ભારત વિકાસ પરિષદના ભારત કો જાનો પ્રકલ્પના સંયોજક પ્રા. ડૉ. હરપાલસિંહ ચૌહાણે આપી હતી. અને સૌને સ્વચ્છતા રાખવા અને સ્વદેશી વસ્તુઓ વાપરવા માટે અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં શાખાના માર્ગદર્શક ડો પરેશભાઈ મહેતા, પૂર્વ પ્રમુખ જીગ્નેશભાઈ રાવલ, પૂર્વ પ્રમુખ ડો. હર્ષદભાઈ પટેલ, મહિલા સંયોજિકા જાગૃતીબેન પારેખ, સેવા પ્રમુખ પ્રા. ડૉ. રોહિત દેસાઈ, પૂર્વ મંત્રી સુરેશભાઈ પટેલ, સમૂહ ગાન સ્પર્ધાના સંયોજક સંજયભાઈ પારેખ, પૂર્વ ટ્રેઝરર વિજય સહ રાજપુત, સિનિયર કાર્યકર માલજીભાઈ દેસાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત 110 જેટલા શાખાના તમામ ભાઈ બહેનોએ પોતાનો પરિચય આપ્યો હતો. આભાર વિધિ શાખાના ટ્રેઝરર શ્રી રાજુભાઈ રાવલે કરી હતી. કાર્યક્રમનું સમગ્ર સંચાલન શક્તિસિંહ સોલંકી કર્યું હતું. કાર્યક્રમને અંતે સૌને મહાપ્રસાદ પીરસાયો હતો
.








