આગામી  પહેલી ડિસેમ્બરે ઈડર ખાતે ગીતા જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાત સરકાર ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા રાજ્યમાં સંસ્કૃત ભારતીય જ્ઞાન પરંપરા અને શ્રીમદ્ ભગવદ્ ગીતાના સંવર્ધન માટે વિવિધ યોજનાઓ સંચાલિત થઈ રહી છે. આ પ્રયાસો અંતર્ગત ગીતા જયંતીના પાવન અવસર પર રાજ્યભરમાં જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવ નું આયોજન થનાર છે.જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવ નો કાર્યક્રમ તારીખ 1 ડિસેમ્બર સોમવારના રોજ સવારે 10:00 કલાકે નગરપાલિકા ટાઉનહોલ ઈડર ખાતે યોજાનાર છે.

ગીતા મહોત્સવમાં વૈદિક મંત્રોચ્ચાર,સામૂહિક પાઠ,દ્રશ્ય ચિત્ર પ્રદર્શન,પ્રેરક સંબોધન,સન્માન વિધિ સહિતના કાર્યક્રમ યોજાનાર છે. આ પવિત્ર પ્રસંગે જિલ્લાના તમામ નાગરિકોને સહભાગી બની ગીતા જયંતીના આ મહોત્સવ ને સફળ અને સાર્થક બનાવવા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Leave a Comment

और पढ़ें