સાબરકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય અંધજન મંડળ (NAB) સાબરકાંઠા અને NAB દિલ્હીના સંયુક્ત ઉપક્રમે ભાસ્કર ભવન, ઈડર ખાતે વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ અને વિશ્વ દિવ્યાંગ દિવસના ઉપલક્ષમાં એક દિવસીય માહિતી અને સંચાર ટેકનોલોજી (ICT) તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમા દિલ્હીની ટીમે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને ટેકનોલોજીનો ઉપયોગ કરીને શિક્ષણ તેમજ રોજિંદી જીવનમાં કેવી રીતે આત્મનિર્ભર બનાવી શકાય તેની વિગતવાર તાલીમ આપી હતી. આ તાલીમ દ્વારા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અંગે જાગૃતિ અને કૌશલ્યનો વિકાસ થશે.
આ કાર્યક્રમમાં સંસ્થાના જનરલ સેક્રેટરી સંદીપ કે. રામી અને
સંસ્થાના ઉપ-પ્રમુખ પ્રવિણાબેન મહેતાએ સંસ્થાના કાર્ય અને ઉદ્દેશો વિશે પરિચય આપ્યો હતો.

આ કાર્યક્રમમાં સંસ્થાના વરિષ્ઠ અધ્યક્ષ પ્રોફેસર ભાસ્કરભાઈ મહેતા,સંસ્થાના પ્રમુખ ગોપાલસિંહ રાઠોડ,સંસ્થાના કારોબારી સભ્ય મયુર ચૌધરી,જિલ્લા શિક્ષણ અધિકારી સાબરકાંઠા કચેરીથી શ્રી કાગ, શિક્ષણ ખાતા સાથે જોડાયેલા કિરીટભાઈ (ઈડર), ગિરીશભાઈ પરમાર (ઈડર),સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ, વ્યક્તિઓ તેમજ વિશિષ્ટ શિક્ષકોએ ઉપસ્થિત રહ્યા હતા.









